નર્મદા: ગુજરાતમા આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે એ પહેલા ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે જેની ગામડાઓમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે નર્મદા જિલ્લા કલેકટર ઓફિસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની માહિતી આપી છે.

નર્મદા જિલ્લા કલેકટર ઓફિસ દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરી એક પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં જણાવ્યું છે કે BLO દ્વારા રવિવારે મતદાન મથકો પર ફોર્મ સ્વીકારવામાં આવશે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તા. 1-11-2021 થી તા. 30-11-2021 ચાલુ રહેશે આપના વિસ્તારના મતદાન મથ ખાતે BLO નો સંપર્ક કરી શકશો.

ખાસ ઝુંબેશના દિવસોના કાર્યક્રમની તારીખ 14/11/2021 (રવિવાર) તા.21/11/2021 (રવિવાર)તા. 27/11/2021 (શનિવાર) તા.28/11/2021 (રવિવાર)સમય સવારે દસ વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધી રહેશે.આપના મતદાન મથકે જો તમારે પણ નવું ચૂંટણી કાર્ડ અથવા તેમાં કોઈ સુધારા વધારા કરવા હોય તો તમે તમારા બુથ લેવલ અધિકારીને મળી શકો છો. જેમાં નવુ નામ નોધાવવુ – ફોર્મ નં – 6 નામ કમી કરાવવુ – ફોર્મ ન – 7 નામમાં સુધારો – ફોર્મ નં – 8 સ્થળ બદલવુ – ફોર્મ નં – 8 ભરવું પડશે મોબાઈલ એપ અથવા ઓનલાઇન વેબ સાઇટ પર જઈ પણ ચુંટણી કાર્ડ, નામ સુધારો કરવું, નામ કમી કરાવવું, વગેરે કાર્ય કરી શકશો.