નવીન: ગતરોજ દેશના રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનારાનું દેશના ચોથા નંબરના સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી આપવામાં આવ્યા હતા જેમાં એવા વ્યક્તિત્વ સામે આવ્યા જેના કાર્યો ખુબ જ પ્રેરણાદાયી હતા અને તેમના એક એટલે..હરેકલા હજબ્બા
પગમાં ચપ્પલ નહીં ચહેરા પર કોઈ હાવભાવ નહીં પણ હાથમાં પદ્મશ્રી.. હરેકલા હજબ્બા બેગ્લોરમાં 20 વર્ષથી નારંગી વેચે છે. રોજની 150 રૂપિયાની કમાણીમાંથી તેણે પ્રાથમિક શાળા બનાવી. “એક વિદેશીએ મને નારંગીની કિંમત પૂછી અને હું સમજી શક્યો નહીં. તે દિવસે મેં શાળા બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. કર્ણાટકના દક્ષિણ કન્નડના ન્યુપાડાપુ ગામના રહેવાસી હજબ્બાએ તેમના ગામમાં શાળા ખોલવાનું નક્કી કર્યું.
તેમણે પોતાના જીવનની મૂડી આ કામમાં લગાવી દીધી. આજે શ્રી હજબ્બાને ભારતનું ચોથું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું. પોતે ભણવામાં અસમર્થ હોવાથી તેમણે ફળો વેચીને શાળા ખોલી જેથી ગામના બાળકો ભણી શકે. કર્ણાટકના ફળ વેચનાર હરેકલા હજબ્બા માટે આ પદ્મશ્રી એવોર્ડ છેલ્લી હરોળમાં ઉભેલી વ્યક્તિના સન્માનની વાત છે. સલામ હજબ્બા સાહેબ તમારી ઈચ્છાશક્તિ અને નિર્ણયશક્તિને સલામ..