વાપી: વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા ચુંટણી અનુસંધાનમાં ગતરોજ બપોરે 3 વાગ્યે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ગોપાલભાઈ ઈટાલીયા વાપી મુકામે એક મિટિંગમાં નીકળેલ હતા ત્યાં જ વલસાડના ડુંગરી વિસ્તારમાં થયેલા અકસ્માતમાં પોતાની ફરજ બજાવી માનવતાને મહત્વ આપ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા ચુંટણી અનુસંધાનમાં ગતરોજ બપોરે 3 વાગ્યે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ગોપાલભાઈ ઈટાલીયા તેમજ પ્રદેશ સંગઠન મંત્રી માનનીય શ્રી રામભાઈ ધડુક તેમજ પ્રદેશ સહ સંગઠન મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ વસાણી તેમજ શ્રી ભીખુભાઈ લાખાણી તેમજ શ્રી સંજયભાઈ સુહાગીયા અને રોહિત જાની સાથે આજરોજ સુરતથી વાપી જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં વલસાડથી અંદાજે 5/10 કિલોમીટર પહેલા ડુંગરી આસપાસ એક ઈનોવા ગાડીનું 5/10 મિનિટ પહેલા જ થયેલા અકસ્માતમાં માનવતાની મિશાલ બનતા પોતાની ફરજ બજાવી હતી.

તેમણે ઉતરી ઘાયલ વ્યક્તિઓને એમ્બ્યુલન્સમાં ચડાવવા, તેમનો સામાન સાચવીને એક જગ્યાએ મુકવા, ગાડીને ક્રેઈનથી ઊંચકી દૂર મુકાવવા તેમજ રોડ ઉપર ઓઈલ ઢોળાયું ત્યાં ધુળ નાખીને રોડને ક્લીન કરવા સુધીની કામગીરી કરી હતી