સુરત: ગતરોજ ભાઈબીજના દિવસે જ સુરતના બે પિતરાઈ ભાઈઓ ભાઈ-બીજનો તહેવાર મનાવી બારડોલીના વાઘેચામાં તાપી નદીમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ ડૂબી જવાથી કમકમાટી ભર્યા મોત નિપજ્યાની ઘટના સામે આવી છે

Decision Newsને મળેલી વિગતો મુજબ બંને ભાઈઓ સુરત ગોડાદરા વિસ્તારના હોવાનું અને ભાઈ-બીજનો તહેવાર મનાવી વાઘેચા તાપી નદીના કિનારે મહાદેવના મંદિરે દર્શને આવ્યા હતા. ભાઈબીજના દિવસે જ સુરતના બે પિતરાઈ ભાઈઓ તાપી નદીના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. સ્થાનિક લોકોએ આ બે પૈકી એક યુવાનના મૃતદેહને નદીના શોધી કાઢ્યો અને જ્યારે બીજા યુવાનનો મૃતદેહ હાલમાં પત્તો મળ્યો હતો.

બારડોલીના ફાયર ઓફિસર PB ગઢવીએ કહ્યું હતું કે, શનિવારની દુઃખદ ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોએ નદીના પાણીમાં ગરકાવ સુનિલ નામના યુવકને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. મોડી સાંજ સુધી કોઈ પતો ન લાગતા આખરે આજે સવારથી જ ફાયરના જવાનોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીના પેટાળમાં ગુમ યુવક સુનીલને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી છે.