વાંસદા: ગતરોજ પોલીસ ઈન્સ્પેક્ટર (પી.આઈ) કિરણ પાડવી દ્વારા બાળકોમાં દિવાળીના દિવસે તનકતારા અને ફટાકડાં આપી તેમની સાથે દિવાળીની ઉજવણી કરી બાળકોમાં વર્ષમાં એક વખત આવતા ઉત્સવની મનભરીને માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોલીસ ઈન્સ્પેક્ટર (પી.આઈ) કિરણ પાડવી ગામના બાળકોમાં આનંદ વહેચાવા માટે દિવાળીના દિવસે તનકતારા અને ફટાકડાં આપી તેમની સાથે દિવાળીની ઉજવણી કરી જેથી બાળકો ખુશીની વાતાવરણમાં સર્જાયું છે.
આ પ્રસંગે પી.આઈ. કિરણ પાડવીએ Decision Newsને જણાવ્યું હતું કે દરેક વ્યક્તિનાં મોઢે તહેવારે સ્મિત રહેવું જરુરી છે. દરેક વ્યકિતએ યથાશક્તિ મદદ સમાજને કરવી જોઈએ જેથી કરીને સમાજનો દરેક વ્યકિત તહેવારની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી શકશે. આપણાં પાસે છે એમાંથી થોડું કોઈને આપવાથી ઘટી જવાનું નથી. આ પ્રસંગે વિપુલ દેશમુખ પ્રેમલભાઈ રોનકભાઈ વિશાલભાઈ વગેરે હાજર રહ્યાં હતા.

