ધરમપુર: દેશમાં એક તરફ T20નો માહોલ જામ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરના છેવાડાના ગામોમાં હાલમાં ક્રિકેટ ટુર્નામેન્ટોના આયોજન થઇ રહ્યા છે આવી જ એક ક્રિકેટ ટુર્નામેન્ટ ગતરોજ ધરમપુરના મોટી કોસબાડી ખાતે યોજાઈ હતી.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ધરમપુરના મોટી કોસબાડી ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ માટે વલસાડ જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી પ્રભાકર યાદવ હાજર રહ્યા હતા તેમનું આદિવાસી પરંપરા અનુસાર તુર અને થાળી તથા આદિવાસી વાદ્ય તારપા વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધરમપુરના ૪૨ ગામ ના યુવાનો પોતાની ટીમ સાથે ભાગ લીધો હતો.

પ્રભાકર યાદવે ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ બાદ પ્રભાકર યાદવે ક્રિકેટ પ્રેમી યુવાનોને નશામુક્ત રહેવા ગામમાં શિક્ષણનું સ્તર વધારવા પોતાનું સ્વાથ્યની કાળજી લઇ પોતાના ધ્યેય તરફ આગળ વધવાનો સંદેશ આપ્યો હતો. અને ક્રિકેટમાં પોતાનું ભવિષ્ય જોતા યુવાનોને પ્રોત્સાહિત કરી જરૂરીયાત સમયે યાદ કરવા કહ્યું હતું.