ધરમપુર: આદિવાસીઓ પ્રકૃતિની સૌથી નજીક હોવાનું મનાય છે તેઓના પોતાના પરંપરાગત તહેવારો રીત રીવાજો મુજબ ઉજવાતા હોય છે ત્યારે ગતરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામેં આદિવાસી સમાજની માવલી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામેં આદિવાસી સમાજની માવલી માતાનું પૂજન સમાજની રીતી રિવાજ પ્રમાણે કરવામાં આવ્યું હતું આદિવાસી પ્રજામાં અનાજ, ધાન્યની કાપણી પહેલા કે પછી માવલી માતાની પૂજા અને નાચગાન કરવામાં આવે છે. માવલી માતાની પૂજા ગામના ભુવાઓ કે જેમને અહીંના સ્થાનિકો ભગત દ્વારા કરવામાં આવે છે. આદિવાસીઓ પ્રકૃતિની સૌથી નજીક હોવાનું છે ત્યારે ઘણાં ખરા તહેવારો પણ એના આધારે જ ઉજવતા હોય છે. જ્યારે નવું અનાજ પાકે ત્યારે માવલી માતા અને કનસરી માતાની પૂજા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ કરે છે.
આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી નવીનભાઈ, ધરમપુરના PSI પરમાર સાહેબે પણ મુલાકાત લીધી અને આદિવાસી સમાજની રીત રિવાજ જોયા, જ્યાં ડો.વિરલ ભાઈ બીલપુડી, રાકેશભાઈ ઘેજ, કિરણભાઈ નાની ઢોલડુંગરી, વિપુલભાઈ, અને સુનિલભાઈ બામટી અને આજુબાજુના ગામોથી ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.