ડાંગ: દક્ષિણ ડાંગ વન વિભાગના ચિચિનાગાંવઠા રેંજના કાર્ય વિસ્તારના પિંપરી ગામમાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસથી પશ્ચિમ દિશામા આવેલા જુના કુવામા, મળસ્કે 3.30 કલાકના અરસામાં દીપડી કૂવામા પડયાની ઘટના ઘટિત થઇ હતી જેની વનવિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ ઘટનાની જાણ અજીતભાઈ રતુભાઈ ચૌધરી દ્વારા વનવિભાગના કર્મચારીઓને કરવામાં આવતા સવારે 7.30 વાગ્યે પિંપરી રાઉન્ડ ફોરેસ્ટ કચેરીએ પોતાના અથાગ પ્રયત્નોથી દીપડીને બહાર કાઢવાની રેસ્ક્યુ કામગીરી સફળ બનાવી હતી.

દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક નિલેશ પંડયાના દિશા સુચન પ્રમાણે સાડા ત્રણ વર્ષની ઉંમરની દીપડીને સફળ રેસક્યૂ કરી જંગલ વિસ્તારમાં જવાનો માટે મુક્ત રીતે છોડી દેવામાં આવી હતી.