નવસારી: LCBએ ચીખલીના સરૈયા ગામે અંબિકા નદી કિનારે ૬ જેટલા જુગારીયાઓને ઝડપી પાડી અન્ય ૮ ને વોન્ટેડ જાહેર કર્યા. રૂ.૧.૪૧ લાખ રોકડ તેમજ મોબાઈલ અને બાઇક મળી કુલ્લે રૂ.૩.૬૭ લાખ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ LCB દ્વારા હાથ ધરવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ અનુસાર નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુરુવારની રાત્રીના સમયે ચીખલી તાલુકાના સરૈયા ગામના ઝાડી ફળીયા વિસ્તારમાં અંબિકા નદીના કિનારે આવેલ ખુલ્લી જગ્યામાં છાપો મારી જુગાર રમવા ભેગા થયેલ જલાલપોરના સંજય નારણ બાગલે, વિજલપોરના સંજય કિશન ગુટે, વાલોડના પિન્ટુ રામચંદ્ર જૈન, સુરતના ભાવેશ પ્રતાપ સીંગોડાવાળા, બારડોલીના હન્નાનભાઈ સત્તાર અન્સારી, નવસારીના મનોજ અશોક ભારતી એમ છ જેટલાને ઝડપી પાડી દાવ ઉપરના રૂ.૩૯,૮૦૦/- મળી કુલ્લે રોકડા રૂ.૧,૪૧,૭૫૦/- તેમજ નવ જેટલા મોબાઈલ કિં.રૂ.૩૬,૦૦૦/- ચાર જેટલા વાહનો કિંમત રૂ.૧,૯૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૩,૬૭,૭૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત નવસારીના ચંદ્રકાન્ત ઉર્ફે બંટી મહાદેવ કાળા રંગની સ્પેલન્ડર નં:જીજે-૨૧-બીક્યું-૧૯૬૮,બ્લ્યુ રંગની યામાહા ફસીનો નં:જીજે-૦૫-એમડબ્લ્યુ-૨૪૯૪,ગ્રે રંગની એક્ટિવા જીજે-૨૧-બીએ-૧૯૧૯ નંબર વિનાની સફેદ રંગની એક્ટિવા તથા સ્થળ પરથી મળી આવેલ ત્રણ જેટલ્સ મોબાઈલનો ઉપયોગ કરનાર સહિત આઠ જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.