નવીન: આજે સોશિયલ મીડિયા માટે મોટા સમાચાર સામે આવ્યા છે, ફેસબુકે કરી નવા નામની જાહેરાત ,હવે ફેસબુક નવા નામથી ઓળખાશે અને તે નામ છે મેટા. ફેસબુકનો નવો ઇન્ફિનિટી જેવો નામ છે. આની જાહેરાત માર્ક ઝકરબર્ગે કરી કે જે ફેસબુકના સ્થાપક છે.

ઉલ્લેખનીય છે થોડા દિવસો પહેલા જ ફેસબુકના નામ બદલવાની ચર્ચા ચાલતી હતી તે આજે પરિપૂર્ણ થઇ છે હવે ફેસબુક મેટા નામથી ઓળખાશે. નામ બદલવાની જાહેરાત ફેસબુક કનેક્ટ ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. નવું નામ મેટાવર્સ સાથે સોશિયલ મીડિયાની બહાર કંપનીની વધતી જતી મહત્વાકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે, ક્લાસિક સાય-ફાઇ શબ્દ Facebook, જે હવે મેટા તરીકે ઓળખાય છે, વર્ચ્યુઅલ વિશ્વમાં કામ કરવા અને રમવા માટેની તેની દ્રષ્ટિનું વર્ણન કરવા માટે અપનાવ્યું છે.

માર્ક ઝુકરબર્ગે જણાવે છે કે  “આજે આપણે એક સોશિયલ મીડિયા કંપની તરીકે જોવામાં આવે છે, પરંતુ અમારા ડીએનએમાં અમે એવી કંપની છીએ જે લોકોને જોડવા માટે ટેક્નોલોજીનું નિર્માણ કરે છે, અને મેટાવર્સ એ આગળની સીમા છે જેમ કે સોશિયલ નેટવર્કિંગ જ્યારે અમે શરૂ કર્યું ત્યારે હતું’.