ચીખલી: ચીખલીના મજીગામ દિનકર ભવન પાસે હાઇવે નં. 48 પર અજાણ્યા વાહનની હડફેટે દીપડા આવી જતાં રસ્તા પર ફંગોળાઈને પટકાતાં માથાંના અને પાછળના પગના ભાગમાં ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર ન મળી રહેવાના કારણે ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલીના મજીગામના દિનકર ભવન પાસેથી પસાર થતાં હાઇવે નં.48 પર રાત્રીના સમયે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહનની હડફેટે લેતાં માથાંના અને પાછળના પગના ભાગમાં ગંભીર ઈજા થતાં મૃત્યુ થઇ ગયું હતું.
દીપડાના મૃત્યુની ખબર મળતાં જ ચીખલી પોલીસ અને વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર પોહચી અકસ્માતમાં મૃતક દીપડાનો કબજો લઇ ચીખલી વનવિભાગ ખાતે લઇ જઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

