ચીખલી: નવસારી જિલ્લામાં ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલા ગ્રામીણ બસો ચાલુ કરાવવા માટે ના ધરણા રંગ લાવ્યા છે. ચીખલી વિસ્તારની જોગવાડ, કાંગવઈ, આંબાચ, બામણવેલ, દેગામ જેવા વિસ્તાર ની બસો ચાલુ કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી વિગતો અનુસાર ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામ્ય વિસ્તાર ની બસો ચાલુ કરવા માટે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાર્યકર પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા ચીખલી વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને ગ્રામ્ય વિસ્તાર પર જેટલા રૂટો બંધ હતા. આ બધાં જ રૂટો ચાલુ કરવાની ખાત્રી આપવામાં આવી જેમાં જોગવાડ, કાંગવઈમાં બસો ચાલુ કરવામાં આવી.

બસો ચાલુ કાર્યની ખુશી ચીખલી વિસ્તારના લોકોમાં જોવા મળી રહી છે એનું ઉદાહરણ જોઈએ તો આ બસોનું સ્વાગત હાર પહેરાવીને અને ડ્રાઈવર કંડકટરને તિલક કરીને સરપંચ શ્રી સુધાબેન, સરપંચ અલીભાઈ સ્થાનિક આગેવાનો તેમજ કોલેજના વિદ્યાથીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાનું જાણવા મળ્યું છે.