ખેરગામ: આજરોજ 05 ઓક્ટોબરના રોજ કપરાડા તાલુકાના ભડાગી વિજયભાઈ ગણેશભાઈ પિપલસેત ગામનો વિદ્યાર્થી નાધઈ ગામની ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં થયેલી મોતના પગલે ખેરગામ ખાતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ખેરગામ PSIની મુલાકાત લઇ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Decision Newsને સ્થાનિક સૂત્ર કાર્તિક પાસેથી મળેલી માહિતી મુજબ આ પ્રસંગે આદિવાસી સમાજના લોકનેતા વાંસદા-ચીખલીના ધારાસભ્યશ્રી અનંત પટેલ, મહા રૂઢિ ગ્રામસભાના અદયક્ષ રમેશભાઈ ખાભડા, ડૉ નિરવભાઈ ચીંતુબા છાંયડો હોસ્પિટલ, ડો.કૃણાલભાઈ, ધરમપુર તાલુકા પંચાત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, મિન્ટેશભાઈ વાડ, રાકેશભાઈ વાડ, હિરેનભાઈ પીઠા અને સમસ્ત આદિવાસી સમાજ કપરાડાના આગેવાનો બીસ્તુભાઈ, મહાદુભાઈ, હરિભાઈ, જયેન્દ્રભાઈ વગેરેઓએ ખેરગામ PSI સાથે મુલાકત કરી હતી આ દરમિયાન PSI દ્વારા 6 ઓક્ટોબર 2021ના દિવસની તારીખનો રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું કે આ પ્રાથમિક રિપોર્ટ હોઈ, ફાઇનલ રીપોર્ટ આવવાનો બાકી છે, અને જેના દ્વારા પણ આ કૃત્ય કરવાંમાં આવ્યું છે કે GEB વિભાગની બેદરકારી હશે તો તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને જે દિવસે બનાવ બન્યો હતો તે દિવસે એક પોલીસ કર્મચારી દ્વારા આદિવાસી સમાજના આગેવાની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

સમસ્ત આદિવાસી સમાજ પોલીસતંત્રને અપીલ કરે છે કે આદિવાસી સમાજના દીકરાના અપમૃત્યુ બાબતે કાંઈ પણ ભીનું સંકેલવામાં ન આવે ! નહિ તો આ બાબતે આદિવાસી સમાજ આવનાર દિવસોમાં રસ્તા પર ઉતરતા પણ ખચકાશે નહિ જે બાબત ધ્યાન રાખવી ઘટે.