નવસારી: 25 ઓક્ટોબરના દિને નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા વીજળીની સમસ્યા સહિત શેરડીના પાક બળી જતા તેનું વળતર મળે તે માટે DGVCL ગ્રામ્યને રજૂઆત કરી સમસ્યાના નિરાકરણ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

Decision Newsને માહિતી મુજબ નવસારી ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સમસ્યા સામે આવી રહી છે ત્યારે ખેતીવાડીમાં નિયમિત વીજ મળી રહે અને ખેતીવાડીમાં 8થી 10 કલાક વીજળી મળી રહે તે માટે જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું.

આ પ્રસંગે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, વરિષ્ઠ આગેવાન એ.ડી. પટેલ, નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવભાઈ નાયક, કિસાન કોંગ્રેસ જિલ્લા કો. ઓર્ડિનેટર મહેન્દ્ર કોન્ટ્રાક્ટર, હિતેશભાઈ નાયક, મહિલા પ્રમુખ ફાલ્ગુનીબેન પટેલ, દિનેશભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ, અશ્વિનભાઈ નાયકા, પિયુષભાઈ ઢીમ્મર વગેરે આગેવાનો હાજર રહ્યાં હતા. કોંગ્રેસના આગેવાનોએ DGVCL ના સંકાલકોને તમામ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.