કપરાડા: ગતરોજ ૨૫ ઓક્ટોબરે કપરાડા તાલુકાના વિદ્યાર્થીના ખેરગામ ગુપ્તેશ્વર હાઈસ્કુલમાં થયેલા અપમૃત્યુના ન્યાયિક તપાસ તાત્કાલિક ધોરણે થાય અને અપરાધીઓને સજા થાય એ માટે સ્થાનિક આદિવાસી આગેવાનો દ્વારા કપરાડા બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું જે લોકોએ કપરાડા બંધને સમર્થન આપી બંધ પાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કપરાડા તાલુકામાં હાલ ખેરગામ ગુપ્તેશ્વર હાઈસ્કુલમાં કપરાડાના વિદ્યાર્થીના મોતની ન્યાયિક તપાસ માટે આદિવાસી લોકો માંગ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે ૨૫ ઓક્ટોબરના રોજ વિદ્યાર્થીના પરીવારને ન્યાય મળે અને દોષિતોને સજા થાય એ માટે કપરાડા બંધનું એલાન કરવામાં આવ્યું હતું આ કપરાડા બંધના એલાન ને સ્થાનિક આદિવાસી લોકો તો અને કોંગ્રેસના નેતોએ સમર્થન આપી ટેકો જાહેર કર્યો છે જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે.
આદિવાસી અપક્ષના નેતા યુવાપ્રિય કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે જો આવનારા થોડા દિવસોમાં કપરાડાના મૃતક વિદ્યાર્થીના પરિવારને ન્યાય ના મળે તો કપરાડાના જાહેરમાર્ગો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત તાલુકા મથકે પણ દેખાવો કરી વિરોધ વ્યક્ત કરવામાં આવશે. વહીવટીતંત્ર આદિવાસી લોકો સાથે વર્ષોથી ખિલવાડ કરતું આવ્યું છે જે આજના આદિવાસી જાગૃત નવ યુવાનો સાંખી નહી લે. જો વિદ્યાર્થીના પરીવારને ઝડપથી ન્યાય ન આપવામાં આવે તો આદિવાસી વિસ્તારોમાં આવતા જિલ્લાઓ, તાલુકાના શહેરો-ગામડાઓમાં રસ્તા રોકો આંદોલનો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

