ડાંગ: ડાંગ જિલ્લામા તાજેતરમા ‘વિશ્વ માનસિક આરોગ્ય દિવસ’ અંતર્ગત ગત તા.૧૦ થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૧ દરમિયાન આહવાની જનરલ હોસ્પિટલના માનસિક વિભાગ દ્રારા વિવિધ ક્રાર્યક્રમોનુ આયોજન કરાયુ હતુ. જેમા જિલ્લાના ત્રણેય તાલુકાઓમા દિવ્યાંગ આરોગ્ય કેમ્પ, સ્કૂલ આરોગ્ય કેમ્પ વિગેરેના આયોજન સાથે દિવ્યાંગ વિધાર્થીઓને તેમની દિવ્યાંગતા અનુસાર પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.
વિશ્વ માનસિક દિવસની ઉજવણીના ભાગરૂપે ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે પણ માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા તાલીમાર્થીઓને માનસિક વિભાગના ડો.અંકિત રાઠોડ (Psychiatric) દ્રારા માનસિક બીમારી અંગે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. આ ઉપરાંત નાનાપાડા તાલીમ કેન્દ્રમા પણ માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જ્યા તાલીમાર્થીઓને તેમને ઉપયોગી એવા સાધનો આપવામા સાથે, મનિષાબેન પંચાલ (કલીનીકલ સાયકોલોજીસ્ટ)એ તાલીમાર્થીઓને માનસિક આરોગ્ય અંગે માહિતી આપી, તાલીમાર્થીઓને તેમને ઉપયોગી સાધનો અપાયા હતા.
દરમિયાન આહવાની નર્સિંગ કોલેજમા પણ કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે રંગોળી/પોસ્ટર સ્પર્ધાનુ આયોજન કરી વિજેતા તાલીમાર્થીઓને પ્રોત્સાહન ઇનામ અપાયા હતા. આ કાર્યક્રમમા શાળાના આચાર્ય, લાભાર્થીઓ, ડોકટરની ટીમ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. વિજ્ઞાન કોલેજ, આહવા ખાતે કરવામા આવેલી ઉજવણી દરમિયાન કોલેજના વિધાર્થીઓ, પ્રોફેસર, સ્ટાફ, માનસિક આરોગ્યની ટીમ, સદ્ભાગી ટ્રસ્ટ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રોગ્રામ જનરલ હોસ્પિટલ, અને એના સહભાગી ટ્રસ્ટ ન્યુ ઇરા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ, સુબીરના સહયોગથી કરવામા આવ્યો હતો. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી.ગામિતે પણ કાર્યક્રમમા ઉપસ્થિત રહી, આયોજકો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

