ચીખલી: સુરખાઈ જ્ઞાંકિરણ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત ધોડિયા સમાજ જીવનસાથી ગૃપ દ્વારા આદિવાસી સમાજની ધોડિયા જ્ઞાતિના લગ્ન લાયક યુવક અને યુવતીઓ, વિધવા-વિધુર, ત્યકતા કે છૂટાછેડા વાળા સમાજના જીવન સાથીની શોધ કરતા ઉમેદવારો એક જ મંચ ઉપર પસંદગી મેળવી શકે તે માટે ધોડિયા સમાજનો આ પ્રથમ ધોડિયા જીવનસાથી પસંદગી મેળાનુ થયું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે સામાન્ય રીતે ધોડિયા સમાજમાં સામાજીક રીતે છોકરા-છોકરીઓની લગ્ન માટે પસંદગી કરવામાં આવતી હોય છે. બદલાતા સમય સાથે અને શહેરીકારણ અને શહેર તરફના માઇગ્રેશનના લીધે સામાજિક રીતે લગ્ન શકાય નથી. ત્યાં આ ગ્રુપ દ્વારા એક જ મંચ ઉપર ઉમેદવારો પસંદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ મેળાવડાનું આયોજન સમસ્ત ધોડિયા સમાજ જીવનસાથી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું.

આ પ્રસંગે અધ્યક્ષ અશોકભાઈ સી. પટેલ, સેલવાસ અને કારોબારી મંડળ અને ઉપસ્થિત મહેમાનો શ્રી રાજુભાઈ એચ. પટેલ, પ્રમુખ જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાય ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા પ્રમુખ, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત અને શ્રી ધનસુખભાઈ ઝેડ પટેલ પણ હાજર રહ્યા હતાં. આ ગ્રુપ દ્વારા ઓનલાઈન વેબીનાર દ્વારા ઉમેદવારોની પસંદગી કરવા માટે “ડિજીટલ પ્લેટફોમ” પૂરું પાડીને લગભગ 30 જેટલા યુગલો સગાઈ કે લગ્ન કરવાના તબક્કે પહોંચી શક્યા છે. લગભગ 150 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આ મંચનો હેતુ સમાજના યુવા વર્ગ ઉપરાંત 50 કે 60 વર્ષ પહોંચેલા વયસ્કોને કે જેઓએ તેમના જીવનસાથી ગુમાવેલ છે. અને એકલવાયું જીવન જીવે છે. તેમના સંતાનો દ્વારા સંભાળ રાખવામાં પણ સંતાનો ઉઠામણાં કરે છે. તેવા ઉમેદવારોને પણ જીવનસાથીની શોધમાં મદદરૂપ થવાનો શુભ આશય રહેલો છે.