વલસાડ: આજરોજ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ધરમપુર તાલુકાના ખારવેલ ખાતે યોજાયેલી ચૂંટણીના પરિણામમાં વર્તમાન પ્રમુખ ગોકુળ પટેલનો સતત 5 મી વખત વિજય થતા તેઓ પ્રમુખ બની વલસાડમાં ઇતિહાસ રચ્યો છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે હાલમાં રાજ્ય શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ અને રાષ્ટ્રીય શિક્ષક સંઘના સભ્ય પદે બિરાજયાના પરિણામ બાદ તેમના સમર્થકોએ ફટાકડાઓ ફોડી વિજ્યોત્સવ મનાવ્યો હતો. કાર્યાધ્યક્ષ તરીકે જયેશ ધાકલ ભાઈ પાડવી, મહામંત્રી તરીકે રાજેશ ભાઈ ભગુ પટેલ, ખજાનચી તરીકે જગદીશ ભાઈ રમણ પટેલ અને મંત્રી તરીકે કલ્પેશ ભાઈ બરફ વિજેતા થયા હતા.

ગોકુળ પટેલે આવનારા સમયમાં શિક્ષકોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ, જૂની પેંશન યોજના મુદ્દો, સહિત ઉદભવતા પ્રશ્નો અને સમસ્યાઓ અને મુશ્કેલીઓને નિવારવા તેમની પ્રાથમિકતા રહેશે તેમ જણાવ્યું હતું આજની ચૂંટણીમાં કુલ 623 શિક્ષક ડેલીગેટ પેકી 302 શિક્ષક ડેલીગેતોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો