ધરમપુર: ગતરોજ વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ મથકની રંગીન મિજાજી હોમગાર્ડ ઓફિસર મહિલા હોમેગાર્ડ પાસે બીભત્સ અને અશ્લીલ માંગણી કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે હાલમાં સ્થાનિક લોકોમાં પોલીસતંત્ર પર બનાવ માટે ફિટકાર વરસાવી રહ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ રંગીન મિજાજી ધરમપુરમાં હોમગાર્ડ કમાંન્ડર ઓફિસરની હરકતથી પોલીસ વિભાગમાં મચ્યો ખળભળાટ મહિલા હોમગાર્ડને કહ્યું મને ખુશ કરવો પડશે. વલસાડના ધરમપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી અને લોકોને રક્ષણ આપતી મહિલા હોમગાર્ડ જ હોમગાર્ડના ઓફિસર ઓફ કમાંન્ડીગના રંગીન મિજાજીની ભોગ બની છે. આ મહિલાએ તેના અધિકારી વિરૂદ્ધ જ પોલીસ ફરિયાદ કરતાં આખો પોલીસ વિભાગ અચંબામાં મુકાય ગયો છે.
ધરમપુર પોલીસ મથકે ફરજ બજાવતી એક મહિલાને તેના ઓફિસર ઓફ કમાન્ડરીંગ સાજન ભયલું ગાવિંત તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. સાજન રોજ તમામ હોમગાર્ડ ને નોકરી આપે છે. અને તેમને કામની વહેંચણી કરે છે. ત્યારે તેણે મહિલા હોમગાર્ડને સારી નોકરી આપી જણાવ્યું કે હું તને રોજ કેટલી ખુશ કરું છું. તારે પણ મને ખુશ કરવો પડશે. તારે બે કલાક મારી સાથે આવવું પડશે. આપણે મજા કરીની આવી જઈશું. આવી બીભત્સ અને અશ્લીલ માંગણી કરી તેના દ્વારા સતત મહિલાને હેરાન કરતા મહિલાએ આ સંદર્ભે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે કમાન્ડર ઓફિસર સાજન વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

            
		








