કરજણ: જાણે યુવાનોમાં દરેક સમસ્યાનો ઈલાજ પોતાની જિંદગી ટુંકાવી દેવાની હોડ જામી હોય તેમ એક પછી એક આપઘાતની ઘટના સામે આવી રહી છે ત્યારે આજરોજ ભરૂચના કરજણ તાલુકાના દીવેર ગામના બાઈક ચાલકે ભરૂચના સરદાર બ્રીજ પરથી મોતની છલાંગ લગાવી હોવાનું જાણકારી મળી છે
Decision Newsને મળેલી માહિતી મુજબ આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પસાર થતા વાહનચાલકો તેની મોટર સાઇકલ અને બાઈક લટકાવેલ સમાન નજરે ચડયો હતો. ત્યાર બાદ તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ત્વરિત ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને બ્રિજ પર ઉભેલી બાઈક, સ્કુલ બેગ, પગરખાં, મોબાઈલનો કબજો લીધો હતો. અને આ સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી.
ત્યાર બાદ પ્રાથમિક નાવિકો અને ભરૂચ ફાયર ટીમની મદદથી નર્મદા નદીમાં શોધખોળ કરી મૃતદેહ શોધી કાઠયો હતો અને તેના સમાન સાથે મૃતદેહને પરિવારને સોપ્યો હતો.











