વાંસદા: સાચા આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવા બાબતે પડતી મુશ્કેલીના નિવારણ તેમજ જે વિસ્તારમાં આપવામાં આવી રહેલા બોગસ આદિવાસી દાખલા બંધ કરવામાં આવેની માંગણી સાથે BTP/BTTS સંગઠનના કાર્યકરોએ વાંસદા ખાતે એક દિવસ ધરણા પ્રદર્શન યોજ્યું છે.
Decision News સાથે વાત કરતાં ગુજરાત પ્રદેશ મહામંત્રી પંકજ પટેલ જણાવે છે કે સાચા આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા કઢાવવા બાબતે પડતી મુશ્કેલીના નિવારણ તેમજ જે વિસ્તારમાં આપવામાં આવી રહ્યા છે એ વિસ્તારમાં કડક રીતે નિયમોનું પાલન કરાવવામાં આવે અને બોગસ દાખલા આપવાનું બંધ કરવામાં આવે એવી માંગ સાથે વાંસદા ખાતે BTP/BTTS સંગઠન દ્વારા એક દિવસીય પ્રતીક ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં આદિવાસી વિસ્તારોમાં બોગસ આદિવાસી દાખલાના મામલામાં ભારે વિરોધ કરતાં આદિવાસી લોકો આંદોલનો અને ધરણાઓ કરી રહ્યા જેના કારણે આ મુદ્દો સળગતો રહે અને લોકો ન્યાય માટે ગુહાર લગાવતા રહશે અને સાચા લોકોને ન્યાય મળે.

            
		








