વડોદરા જિલ્લામાં GVK EMRI અને રાજ્યના પશુપાલન વિભાગના સહયોગથી દસ ગામ દીઠ એક એવા ૧૭ ફરતા પશુ દવાખાના (MVD) કાર્યરત કરવામાં કરવામાં આવ્યા છે.જેને પરિણામે જિલ્લામાં પશુપાલકોને ઘર બેઠા પોતાના પશુઓની નિ:શુલ્ક સારવાર મળી રહી છે.

વડોદરા જિલ્લામાં પશુઓની જીવાદોરી સમાન આ સેવાને એક વર્ષ પૂર્ણ થયું છે. વડોદરા જિલ્લામાં ફરતા પશુ દવાખાના દ્વારા અત્યાર સુધી કુલ ૬૨,૨૦૯ પશુઓની સારવાર કરવામાં આવી છે. જેમાં ૫૮,૯૪૪ શિડ્યૂલ દરમિયાન અને ઈમરજન્સીમાં ૩૨૬૫ પશુની સારવાર કરવામાં આવી હોવાનું પ્રોજેક્ટ ઈન્ચાર્જ જૈમીલ દવેએ જણાવ્યું છે

વડોદરા જિલ્લામાં કુલ ૧૭ ફરતા પશુ દવાખાના કાર્યરત છે. જેમાં વડોદરા તાલુકાના નંદેસરીમાં ૫૧૫૨, સિંધરોટમાં ૫૬૨૧,રામનાથ માં ૪૧૭૩,પાદરા તાલુકાના મુવાલમાં ૪૨૮૮, સરસવણીમાં ૩૯૧૧,કરજણ તાલુકાના કણભામાં ૨૮૧૨, કરમડીમાં ૪૭૪૬ શિનોરના આનંદીમાં ૩૦૯૪, વણીયાદમાં ૫૪૨૮ ડભોઇના કરનાળીમાં ૨૬૮૪,સીમલીયામાં ૨૬૩૫, વાઘોડિયાના અમરેશ્વરમાં ૩૦૧૫,રાજપુરામાં ૨૭૮૫,

સાવલીના વેમારમાં ૨૯૫૯, ચાંપાનેરમાં ૩૬૬૭ અને ડેસર તાલુકાના વાલાવાવમાં ૨૪૯૬, વરસડામાં ૨૭૫૩ સહિત કુલ ૬૨,૨૦૯ પશુઓની સારવાર નિશુલ્ક કરવામાં આવી છે.