ફુલ સ્પિડમાં જતા વાહનોની વચ્ચે અવરનવા અક્સમાતો સર્જાતા હોય છે ત્યારે આવો જ એક અકસ્માત વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે સર્જાયો છે. રસ્તાની સાઈટ પર ઉભેલ ટાટા આઇસર ટેમ્પોની પાછળ થી alto 800 ગાડી ઘુસ્સી જતા અક્સમાત સર્જાયો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ અકસ્માત લગભગ સવારના 11:30 કલાકે થયો હતો. રસ્તાની સાઈટ પર ઉભેલ ટાટા આઈસર ટેમ્પો GJ-02- Z-8872 અને વાંસદા તરફથી ચીકલી તરફ જઈ રહેલ GJ-21 AQ-3181 alto800 મોટર કાર પ્રતાપનગર ગામે પહોંચતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં ઉભેલ ટાટા આઇસર ટેમ્પોની પાછળ ઘુસ્સી જતા અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ થઇ હતી. આ અકસ્માતની જાણ થતા ગામના અગ્રણી ઘટના સ્થળ પર પહોંચતા તાત્કાલિક વાંસદા સરકારી હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.