ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18 હજાર 166 કોરોનાના નવા કેસો નોધાયા છે. જે 214 દિવસમાં સોથી ઓછા કેસ છે. તો સક્રિય કેસની સંખ્યા 2 લાખ 30 હજાર 971 છે. સાથે 23 હજાર 624 લોકો કોરોનાથી સાજા થયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 214 મૃત્યુ નોંધાયા છે. જેમાં કેરળ રાજ્યમાં 9 હજાર 470 કેસ અને 101 મૃત્યુ નોંધાયા છે.

દેશમાં રિકવરી રેટ 97.99% પર પહોંચી છે. જયારે રસીકરણ અભિયાનમાં 66 લાખ 85 હજાર 415 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના આરોગ્ય સચિવ ડો. લવ અગ્રવાલે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. છતાં સાવધાની રાખવી જરૂરી છે. જોકે, દેશમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વર્તાઈ રહી છે. આને જોતા 8 લાખથી વધુ બેડ ઉપલબ્ધ કરાયા છે.