ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બોડવાંક ગામેથી બંધ કારખાનામાંથી મારબલ પોલિશ કરવાનું મશીન ચોરી કરી જતા 4 ઝડપાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ધર્મેશ છગનલાલ પટેલ જેઓ રહે બોરીયાછ પટેલ ફળિયા તાલુકો જિલ્લો નવસારીના જેમના મોટાભાઈનું ચીખલી તાલુકાના બોડવાંક ગામના નવા ફળીયામાં મારબલનું કારખાનું છે. અને એ 8 વર્ષથી બંધ હાલતમાં છે. અને મારબલ બનાવવાના પોલિશ મશીન બંધ કરખાનામાં જ હતા.
આ દરમિયાન મંગળવારના રોજ સાંજેના સમયે બાબરી ઉર્ફે જીતુ ઉર્ફે જીતેન્દ્ર બાલુ હળપતિ રહે બોડવાંકના નવા ફળિયા તાલુકો ચીખલી, વિક્રમ છેદી ચૌહાણ રહે રાનકુવા બસ ડેપોની પાછળ તાલુકો ચીખલી મૂળ દેવળીયા યુપી, મોઈનખાન ખલીલખાન પઠાણ રહે માણેકપોર ચાર રસ્તા તાલુકો ચીખલી મૂળ રહે બીડ મહારાષ્ટ્ર, પ્રતીક મુકેશ રાઠોડ રહે માણેકપોર નવાનગર તાલુકા ચીખલી વગેરેના 4 જેટલા વ્યક્તિઓ વાડીમાંથી આવતા હતાં.
આ દરમિયાન ગામના વ્યક્તિએ પૂછયું હતું કે તમે કોણ છો અને ક્યાં જાવો છો. તેમ પૂછતા જણાવ્યુ કે અમે કરચલા પકડવા માટે આવ્યા છે. અને પછી સ્થાનિક વ્યક્તિને શક જતા ગ્રામજનોને ફોન કરી બોલાવી પૂછપરછ કરતા વિક્રમ છેદી ચૌહાણ એ જણાવ્યુ કે અમે છગન પટેલના બંધ પડેલ કારખાનામાંથી મારબલ પોલિશ કરવાનું મશીન કિંમત રૂપિયા 10,000 હજાર ચોરી કરી વાડીમાં મુકેલ છે. અને અતુલ થ્રી વ્હીલ ટેમ્પો નંબર GJ 21 X 2869 માં મશીન ભરીને નીકળવાના હતા. ચીખલી પોલીસે પકડી પાડી ચારો સામે ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ કરી રહ્યા છે.