વિશ્વ આરોગ્ય સંસ્થાએ પ્રથમ મેલેરિયા વિરોધી રસીને માન્યતા આપી છે. આરોગ્ય સંસ્થાએ ફેલ્સીપેરમ મેલેરીયાનું પ્રમાણ વધુ છે એવા સબ-સહારાન આફ્રિકા અને અન્ય વિતારોમાં બાળકો માટે મેલેરિયાની રસીનો ઉપયોગ કરવાની ભલામણ પણ કરી છે.
આરોગ્ય સંસ્થાના વડા ટેડ્રોસ ગેબ્રેયિસસે જણાવ્યું છે કે હાલમાં ઉપલબ્ધ દવાઓ અને રસીની મદદથી હજારો બાળકોના જીવન બચાવી શકાશે. સબ સહારન આફ્રિકા વિસ્તારમાં બાળરોગ અને બાળમૃત્યુના કેસમાં મેલેરિયા મુખ્ય કારણ હોય છે.