ઇઝરાયલના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત કોબ્બી શોષાનીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી.

ગુજરાતે ઇઝરાયલ સાથેના સહયોગ દ્વારા ડ્રોન ટેકનોલોજી, સાયબર ટેક્નોલોજી, ડિસેલીનેશન પ્લાન્ટ અને વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે મેળવેલ ઉત્કૃષ્ટતાની તેમણે પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રીએ ઇઝરાયલ અને ગુજરાત વચ્ચેના સબંધો અને સહભાગિતાને વધુ સુદ્રઢ બનાવવાની તત્પરતા વ્યક્ત કરી હતી અને આગામી વાયબ્રન્ટ સમિટમાં ઇઝરાયલને સહભાગી થવાનું આમંત્રણ પાઠવ્યું હતું.