ચીખલી: વર્તમાન સમયમાં નવસારી જિલ્લામાં અકસ્માતની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ ગતરોજ ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ધોડિયા સમાજ ભવન પાસે મુખ્ય ચિખલી વાંસદા રોડ ઉપર ગંભીર અકસ્માત થયો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકામાં ગતરોજ સવારે ધોડિયા સમાજ ભવન સુરખાઈ નજીક આગળ ચાલતા વાહન દ્વારા યુ-ટર્ન મારવા માટે અચાનક કાર ધીમી કરતાં પાછળ ચાલતી હુંડાઈ I10 GJ-15-AD7228 વલસાડ થી ઉનાઇ મંદિરે દર્શન કરવા આવનાર કારવાળાએ બ્રેક મારતા પાછળ થી આવતી હોંડા ટ્વિસ્ટર GJ-05-GP2158 બાઇક ચાલક રહેવાસી સુરત પોતાના વાહન ઉપર કાબૂ ગુમાવતાં હુંડાઈ આઇ10 કારમાં પાછળ થી અથડાઇ જતાં અકસ્માત સર્જાયો.

આ અકસ્માતમાં હોંડા ટ્વિસ્ટર ચલાવનાર યુવાનને પગમાં ગંભીર ઇજા પોહચતા નજીકના હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર ઉપર ખસેડવામાં આવ્યો. હાલમાં તેમની સ્થિતિ બહેતર હોવાની જાણકારી મળી રહી છે.