દાહોદ: ગુજરાતની સ્ત્રી આજે દરેક સીમાને તોડીને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે સેવા ક્ષેત્રમાં પણ એ પાછળ રહી નથી ગતરોજ શહેરની અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ NSS સ્વયંસેવિકા જાગૃતિ શર્માની પ્રિ-આરડી પરેડ માટે પસંદગી કરવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના એન.એસ.એસ. વિભાગની ટીમે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે પ્રિ-આરડી પરેડ કેમ્પમાં ભાગ લીધો હતો. જેમાં યુનિવર્સિટીના બે એન.એસ.એસ. સ્વયંસેવકોની પસંદગી વેસ્ટ ઝોનમાં કરવામાં આવી છે તેઓ 11 થી 22 ઓક્ટોબર જલગાંવ મહારાષ્ટ્ર ખાતે પરેડ કેમ્પમાં ભાગ લેશે અને જો તેમની પસંદગી થાય તો 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં થનાર પરેડમાં ભાગ દેખાશે.

સ્વયંસેવિકા તરીકે પસંદગી પામતાં યુનિવર્સિટી, સંસ્થા, કોલેજ દ્વારા આ સિદ્ધિ બદલ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. શ્રેયસ પટેલ, સંસ્થા, કોલેજ અને યુનિવર્સિટી પરિવાર જાગૃતિ શર્માને અભિનંદન આપ્યા હતા.