ચીખલી:  ઘેજમાં દારૂના વાહનનો પીછો કરવામાં ડુંગરી પોલીસ મથકના કોન્સ્ટેબલે ખાનગી કાર બેફામ હંકારતા વીજ કંપનીના થાંભલા સાથે અથડાયા બાદ કાર પલટી મારી ગઇ હતી. બેફામ કાર હંકારતા સ્થાનિકોનો જીવ જોખમમાં મૂકતા પોલીસકર્મી સામે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

Decision Newsને સરપંચ પરથી મળેલી માહિતી મુજબ સવારના 9:00 વાગ્યાના ગાળામાં ઘેજ ગામે ચીખલી-અટગામ માર્ગ પર ડુંગરી પોલીસ મથકના કોન્સ્ટેબલ તેના કબજાની GJ-05-JQ-7149 નંબરની સફેદ રંગ સ્વીફ્ટ કાર  દારૂના કે અન્ય કોઇ વાહનનો પીછો કરતા બેફામ હંકારતા સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર વીજ થાંભલા સાથે અથડાતા વીજલાઈન જમીનદોસ્ત થઇ હતી. બનાવને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાઇ ગયો હતો. બાદમાં સ્થળ પર ખેરગામના PSI એસ.એસ.માલે આવીને પરિસ્થિતિ સંભાળી હતી અને કોન્સ્ટેબલને ખેરગામ રવાના કર્યો હતો. જુઓ ઘટનાનો વિડીયો…

ગામના સ્થાનિક આગેવાનો અને ટોળાએ બેફામ કાર હંકારી અન્ય લોકોના જીવને જોખમમાં મૂકવાનું કૃત્ય માટે જવાબદાર આ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવાની માંગ ઉઠી હતી. ઘેજના જાગૃત નાગરિકો દ્વારા પોલીસ મથકે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી.