નવસારી: છેલ્લા 24 કલાકમાં સમગ્ર નવસારીના તાલુકાઓમાં નવસારીમાં 10 મિમી, જલાલપોરમાં 11 મિમી, ગણદેવીમાં 55 મિમી, ચીખલીમાં 25 મિમી, ખેરગામમાં 15 મિમી અને વાંસદા તાલુકામાં 55 મિમી વરસાદ નોંધાયો હોવાનું જણાવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુલાબ વાવાઝોડાના પગલે ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુરૂવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાયા હતા અને બાદમાં ધોધમાર વરસાદ સતત વરસ્યો હતો જેથી ચોતરફ પાણી દેખાય રહ્યુ હતું. જુઓ આ વિડીયોમાં..
હાલ ઓડીસા તરફથી ફંટાયેલ વાવાઝોડાની અસર દ. ગુજરાતમાં નહીવત પ્રમાણમાં છે પરંતુ વાંસદા તાલુકામાં બપોરે 12થી 2 વાગ્યાના સમયગાળામાં માત્ર 2 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબકતા રોડ પર પાણી ફરી વળ્યાના દ્રશ્યો સર્જાયા હતા અને ગામડાઓમાં નદી- નાળા છલકાઈ ગયા હોવાનું લોકો દ્વારા કહેવામાં આવી રહી છે.