ભારત સરકારના કાયદા અને ન્યાયતંત્ર મંત્રી કિરણ રિજ્જુએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાં સ્કુલ ઓફ લૉ ફોરેન્સીક જસ્ટીસ એન્ડ પોલીસી સ્ટડીઝનો શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે આ નવા અભ્યાસક્રમથી વર્તમાન સમયમાં ગૂનાના બદલાતા પ્રકાર સામે ટેકનોલોજીથી સુસજ્જ ટેકનો લીગલ એકસપર્ટ માનવબળ દેશને મળશે.

કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુએ જસ્ટીસ ડિલવરી સિસ્ટમમાં ટેકનોલોજીના ઉપયોગથી ‘‘ઈઝ ઓફ ગેટિંગ જસ્ટીસ સાથે જસ્ટીસ એટ ડોર સ્ટેપ’’ ની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.