પંચમહાલ: વર્તમાન સમયમાં હાલોલ નગરમાં લાંબા સમયથી ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીમાં રોજેરોજ કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને તંત્રની આંખ આડા કાન કરવાની નિતીને કારણે વાહનો ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત અધૂરા પુરાણ કરાયેલા કે પછી માત્ર માટીથી જ પુરી દેવાયેલા ખાડાઓમાં વાહનો ભોગ બની રહ્યા છે

Decision Newsને મળેલી માહિતી મુજબ નગરના વિવિધ વિસ્તારો તેમજ મુખ્ય હાર્દ સમા સતત હજારો વાહનોથી ધમધમતા રોડ રસ્તાઓ જેમાં પાવાગઢ રોડ ગોધરા રોડ કંજરી રોડ અને વડોદરા રોડ પર મુખ્ય રોડની વચ્ચોવચ ખાડા ખોદી ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તાઓ રીકાર્પેટ ના કરતા અને માત્ર આડેધડ માટી જ પૂરન કરી દેવાતા હાલમાં ચાલતા ચોમાસાની સિઝનનો કારણે સારી માટી ધોવાઇ જતાં રસ્તાઓ કાદવ કીચડથી ખડબડી ઉઠ્યા છે સાથોસાથ આ ખાડામાં રોજિંદા વાહનો ફસાવવાનો સિલસિલો પણ યથાવત છે ગતરોજ અરાદરોડ પર આઇસર ટેમ્પો ફસાતા આઇસર ટેમ્પા ચાલકને નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો જયારે વડોદરા રોડ પર એક લોડીંગ ટ્રેકટર ફસાઇ જવા પામ્યું હતું જેમા ટ્રેકટર ના એક સાઇડના ટાયરો ખાડામાં ઉતરી પડતા ટ્રેકટરને કાઢવા માટે જીસીબીની મદદ લેવી પડી હતી.

આ ભૂગર્ભ ગટરની ચાલતી કામગીરીથી નગરજનો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે નગરમાં ખાડાઓનું સામ્રાજ્ય અને કાદવ કીચડથી ખદબદતા રોડ-રસ્તાઓ ને પગલે નગરજનોમાં છૂપો રોષ કોન્ટ્રાક્ટર સહિત વહીવટી તંત્ર સામે પણ ઉઠવા પામ્યો છે.