આયુષ્યમાન ભારત યોજનાને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા આજે આરોગ્ય મંથન 3.0ની શરૂઆત કરશે. 23 સપ્ટેબર 2018ના રોજ આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ટ્વીટ કરીને જણાવ્યુ છે કે,, આયુષ્યમાન ભારત યોજના થકી કરોડો લોકોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. આ યોજના ગરીબો માટે વરદાન સમાન છે. કેન્દ્રીય આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે,, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના દરેક વ્યક્તિઓને યોગ્ય અને સમયસર સારવાર મળે તે માટે કાર્યરત રહે છે.