ધરમપુર: લોકસેવાના પ્રતિબિંબ સ્વરૂપ વલસાડ ધરમપુરના કાર્યરત લોકમંગલમ ટ્રસ્ટ હાલમાં ઇન્દ્રધનુષના રંગોની જેમ  આદિવાસી વિસ્તારના ગામડાઓમાં વિવિધ પ્રવૃત્તિ દ્વારા જરૂરીયાતમંદ લોકોના પ્રશ્નો અને સમસ્યાને દુર કરી એમના જીવનમાં ખુશીઓના રંગો પૂરી રહ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ ધરમપુરના અંતરિયાળ આદિવાસી ગામડાઓમાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા ઈન્દ્રધનુષી પ્રવૃતિઓ શિક્ષણ, આરોગ્ય, ખેતી અને ગૃહ ઉદ્યોગ લોકોને વિકસિત દિશામાં આગળ વધવા સહયોગ પુરા પાડી રહ્યા છે.

લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા દક્ષેશ ભોયા જણાવે છે કે અમારા લોક મંગલમ ટ્રસ્ટની પ્રવૃતિઓ માનવ વિકાસની દિશામાં સતત ચાલુ જ છે. આ કોરોના કાળ દરમિયાન પણ અમે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં લોકોને મદદરૂપ પ્રવૃત્તિ કરી છે. અને હાલમાં અમે શિક્ષણ, આરોગ્ય, ખેતી અને ગૃહ ઉદ્યોગ પાયાની જરૂરીયાતને ધ્યાનમાં રાખી લોકસેવાનો પ્રયાસ કરી રહ્યા છે આ પ્રવૃત્તિ અમારી 2 ઓક્ટોબર ગાંધીની જન્મજયંતી સુધી ચાલશે પછી અગામી આયોજનો નક્કી થશે.