પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

કપરાડા: હાલમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પાંચવેરા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની લોલમલોલ કર્યાના તાલુકા વિકાસ અધિકારીના ફરિયાદ આધારે અચાનક તપાસના કારણે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડા તાલુકા વિકાસ અધિકારીના ફરિયાદ આધારે અચાનક તપાસ કરતાં ખબર પડી કે એક શિક્ષક હાજર હતો પણ મોડા આવ્યો હતો. એક શિક્ષિકા ગણપતિની સ્થાપના થઇ હતી ત્યારથી તપાસ કર્યા સુધીના દિવસ સુધી ગેરહાજર રહેવા પામી હતી. શાળાના આચાર્ય ગેરહાજર હોવા છતાં એડવાન્સમાં રજીસ્ટારમાં સહી કરેલી જોવા મળી હતી.

લોકોનું કહેવું છે કે કપરાડા તાલુકામાં આવેલી અમુક અંતરિયાળ પ્રાથમિક શાળામાં શિક્ષકોમાં આજે એક તો કાલે બીજો આવવું એવી પ્રથા છે. પરંતુ આ સંદર્ભે કોઈ જિલ્લાના મોટાભાગના અધિકારીઓ તપાસ પણ કરતાં હોતા નથી માટે આ પરિસ્થિતિ હજુ સુધી અકબંધ રહી છે.