USA ના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ શ્રીયુત ડેવિડ રેન્ઝએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે હાલ ગુજરાતમાં USA ની ૧ર૦ જેટલી ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. આવનારા દિવસોમાં USA ની વધુને વધુ કંપનીઓ ગુજરાતમાં મૂડીરોકાણ કરે તેવી તત્પરતા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. આ માટે રાજ્ય સરકારના તમામ સહયોગની ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી.
આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ તેમજ ગુજરાતમાં આગામી માર્ચ-૨૦૨૨ માં યોજાનારા ડિફેન્સ એક્સ્પોમાં યુ.એસ ના ઉદ્યોગો-પ્રતિનિધિમંડળોને સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીએ આમંત્રણ પાઠવ્યું હતું.
USA ના કોન્સ્યુલેટ જનરલશ્રીએ ગુજરાત સાથેના વાણિજ્યીક સંબંધો અને ગુજરાતમાં કાર્યરત યુ.એસ કંપનીઓને મળી રહેલા સરકારના પોઝિટીવ એપ્રોચ માટે આભાર વ્યક્ત કર્યો હતો.