ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામના માઘાતળાવ ફળીયામાં આવેલ 75 વર્ષ જૂની વર્ગશાળાને તાળા મારી દેતા ત્યાંના અગેવાનો અને વાલીઓ દ્વારા ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ફરિયાદ કરવા માટે વર્ગશાળા પાસે મીટિંગ યોજવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના કુકેરી ગામના માઘાતળાવ ફળિયમાં આવેલ વર્ગશાળા બંધ કરી દેવામાં આવતા ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને બોલવવામાં આવ્યા હતા. અને સ્થાનિક આગેવાનો દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં ફરિયાદ કરવામાં આવી હતી. કે છેલ્લા 75 વર્ષથી ચાલતી શાળા બંધ કરી દેવાથી અમારા ફળિયાના ભણતા બાળકો શાળા છોડશે આ વર્ગશાળા થકી ક્લાસ વન અઘિકારી ઓ પણ બન્યા છે. અને આ શાળાનો વિદ્યાર્થી કલેકટર પણ બન્યો છે. તો આ શાળા બંધ ન થવી જોઈએ અને આ શાળા બંધ થશે તો 3 કિલોમીટર દૂર આવેલી કેન્દ્ર શાળામાં જવું પડશે જે મુખ્ય રાજ્ય ધોરી માર્ગ પર આવેલ છે.

લોકનેતા અને ચીખલી વાંસદાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે વર્ગશાળા એ ગામનું ઘરેણું છે. આ બંધ થવા દેવું નહી. સરકાર કોઈ પણ ભોગે નાની વર્ગશાળા ઓ બંધ કરાવીને ખાનગી શાળાને પ્રોત્સાહન આપી રહી છે. જે કદી ચાલવીલેશું નહી આ શાળાને વહેલી તકે ચાલુ કરવામાં ન આવશે તો ફરિયાદના રહીશો દ્વારા આંદોલન કરીશું. આ મિટિંગમાં હેમંતભાઈ અનેં સરપંચ કલ્પેશભાઈ અને નરેશભાઈ તેમજ સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.