ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના સુરખાઈ ગામમાં આવેલા જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન ખાતે આદિજાતિ મોર્ચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લાના આદિજાતા મોર્ચાના તામામ હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આ બેઠક દરમિયાન વસારી જિલ્લાના આદિજાતિ મોર્ચા હોદ્દેદારોએ અગામી સમયમાં આવનારી ૨૦૨૨ની ચુંટણીમાં કઈ રણનીતિ સાથે ભાજપ પક્ષને વિજય અપાવી શકાય અને કયા કયા જનહિતના મુદ્દાઓ પર કામ કારી શકાય જેવા વિવિધ વિષયો પાર ચર્ચા -વિચારણા કરવામાં આવી હતી અને હવે પછીના કાર્યક્રમો કરવામાં આવશે તે વિષે કાર્યકર્તાને દિશા સુચન કરાયું હતું.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોર્ચા ના ઉપપ્રમુખ મહેશભાઈ ગામીત સાહેબ ખાસ ઉપસ્થિત રહયા હતા પ્રમુખ શ્રી અરવિંદભાઈ ગરાસીયા અને મહામંત્રી અશ્વિનભાઈ ગામીત અને હર્ષદભાઈ પટેલ દ્વારા દરેક કાર્યકર્તાઓને આગામી કાર્યક્રમોની વિગતો જણાવી અને માર્ગદર્શન આપ્યું.