વાંસદા: આદિવાસી વિસ્તારોમાં હાલમાં કોરોનાના કપરા કાળમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા દ્વારા ચોરવણી ગામમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં મોટા પ્રમાણમાં યુવાનોએ ભાગ લીધો હતો.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે આ રક્તદાન શિબિરમાં નવસારી જિલ્લા મહામંત્રી ભગુભાઈ પટેલ વાંસદા તાલુકા મહામંત્રી સંજયભાઈ બિરારી, તાલુકા પંચાયત સભ્ય તરૂણભાઈ ગાંવિત, ચોરવણી ગામના સરપંચશ્રી રમણભાઈ રાઉત તેમજ વાંસદા તાલુકા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ નવસારી જિલ્લા સંયોજક ચિરાગ દેસાઈ, નવસારી જિલ્લા સહ સંયોજક કેતન ગાંવિત, જયેશ પટેલ, તાલુકા સંયોજક કલ્પેશ પવાર, અશોક ગાંવિત અને નવસારી જિલ્લાની ટીમ અને વાંસદા તાલુકા સહ સંયોજક અક્ષય ચવધરી, રાકેશ ગાંવિત, જયેશભાઈ તેમજ મંડળ અને ગામના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો.

વીતેલા એક દોઢ વર્ષો દરમિયાન કોરોના કાળમાં રક્તની સ્થાનિક વિસ્તારોમાં ખુબ જ અછત વર્તાય હતી અને જેના કારણે જરૂરીયાત મંદ લોકોને રક્ત મેળવવામાં ખુબ મુશ્કેલીઓ ઉભી થઇ હતી આ અછત આવનારા સમયમાં ન સર્જાય એવા ઉદ્દેશ સાથે આ ગામડાંના યુવાનોની આ પહેલ ખરેખર પ્રસંશનીય છે.