વાંસદા: ગતરોજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વાંસદામાં આવેલા જુજડેમ વર્ષમાં પહેલી વખત ઓવરફલો થવાના ખબર આવતા જ નવા નીરના પધરામણા કરવા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પ્રકૃતિનો આભાર માની જળદેવીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદામાં આવેલા બે ડેમમાંથી ઉભારાયેલા જુજડેમના નવા નીરનું આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ લોકનેતા અનંત પટેલ દ્વારા ફૂલ અને શ્રીફળની પધરામણી કરી પૂજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ઉપસ્થિત આદિવાસી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ધારાસભ્ય અનંત પટેલ જણાવ્યું કે ગત વર્ષની સરખામણી જૂજડેમ ઓગસ્ટમાં ભરાયો નહતો ત્યારે અમારા ખેડૂતોને ચિંતા હતી.હાલ ડેમ ભરાતા અમે ખુશ છીએ વાંસદા તાલુકા કોંગ્રેસ દ્વારા ડેમના નીરના વધામણાં કરતાની સાથે આ ડેમ વર્ષો વરસ ભરાતો રહે અને પાણીની અગવડ નહિ પડે તેવી પ્રકૃતિને પ્રાર્થના કરું છે.