ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકા મથકે આજે 13 સપ્ટેમ્બરના રોજ “આદિવાસી અધિકાર” દિનની ઉજવણી કરવામાં આવી હતી, તે અંતર્ગત ચીખલીના સર્કિટ હાઉસથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક ગામના આદિવાસીઓને પોતાના હક્ક અને બંધારણ માટે જોડાવવા માટે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી.
Decision Newsએ સ્થળ પરથી મેળવેલી માહિતી પ્રમાણે ચીખલી સર્કિટ હાઉસ પાસે આદિવાસી સમાજના આગેવાનો સહિત લોકો ભેગા થયા બાદ અધિકાર યાત્રા શરૂ કરી અને તે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ચીખલી ખાતે જઈ ને રાષ્ટ્રપતિને ઉદ્દેશીને 11 જેટલી જુદી જુદી માંગો સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.અને સમાજને ન્યાય અને અધિકારો મેળવવા સજાગ બનવાની હાકલ કરવામ આવી હતી.
આદિવાસી સમાજની 11 માંગણીઓ નીચે પ્રમાણે છે..
૧. બંધારણમાં આદિવાસી તરીકે ઓળખ આપો.
૨. પાંચમી અનુસૂચિનો અમલ.
૩. વૈશ્વિક પર્યાવરણને નુકશાનકર્તા તમામ પ્રોજેકટ બંધ કરો
૪. વિસ્થાપીતોને કાયમી રોયલ્ટી આપો.
૫. ખોટા પ્રમાણપત્ર રદ કરી સજા કરો
૬. દેશના મુખ્ય મથકો/જીલ્લોમાં આદિવાસી ભવન
૭. તમામ ક્ષેત્રોના ખાનગીકરણ બંધ કરો
૮. ખાનગી સહિત તમામ ક્ષેત્રોમાં રોસ્ટર એક્ટ બનાવો.
૯. આગામી જનગણનામાં આદિવાસી તરીકે ગણના કરો
૧૦. ડાંગના બે યુવાનોના હત્યાના આરોપીઓ પોલીસકર્મીની ધરપકડ કરો
૧૧. આદિજાતિ બાળકો માટે શૈક્ષણીક ક્ષેત્રે આવક મર્યાદા દૂર કરો.
આ કાર્યક્રમના વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, રૂઢિ ગ્રામસભા અધ્યક્ષ રમેશભાઈ, સુરત કોર્પોરેટ નેતા અલ્પેશભાઈ, ધરમપુરના અપક્ષ નેતા કલ્પેશભાઈ, વાંસદા, ચીખલી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ આદિવાસી સમાજના ચિરાગ પટેલ નિરવ પટેલ અને અન્ય આદીઅવ્સી આગેવાનો અને આદિવાસી જન સમુદાયો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

