વાંસદા: ગતરોજ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિરણભાઈ પાડવીનો વિદાય સમારંભ યોજાયો હતો. કિરણભાઈ પાડવીએ GPSCની સીધી ભરતીની પોલીસ ઈન્સ્પેક્ટરની (પી.આઈ) પરીક્ષા પાસ કરી છે.

ઉલ્લેખનીય છે કે આદિવાસી સમાજ તથા વાંસદા ગામ અને તાલુકાનું નામ રોશન કર્યું છે એવા વાંસદાના કિરણભાઈ પાડવી ગતરોજ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ પૂરી કરી તે માટે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. તેઓ ૧૨ સપ્ટેમ્બરથી ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ખાતે પી.આઈની તાલીમ મેળવવા જશે આ પ્રસંગે સિનીયર પી.એસ.આઈ વિરેન્દ્રસિંહ વાઘેલા અને પી.એસ.આઈ પી.વી.વસાવા તથા પોલીસ સ્ટાફે ફૂલોના બુકેથી અને સ્મૃતિ ભેટ આપી તેમણે કિરણભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.

Decision News સાથે વાત કરતાં કિરણભાઈ પાડવી જણાવે છે કે વાંસદા પોલીસ સ્ટેશનમાં મારી કારકિર્દીનો પ્રારંભ થયો અને એમાં મને સહયોગ આપનારા મારા ગુરુ સમાન પી.એસ.આઈ વિરેન્દ્રસિંહ વાઘેલા અને પી.એસ.આઈ પી.વી.વસાવા સાહેબ અને મારા પોલીસ સ્ટાફનો ખુબ ખુબ આભાર માનું છું અને હું આવનારા સમયમાં જ્યારે પોલીસ પ્રશાસનના ઉચ્ચ હોદ્દા માં પ્રવેશ માટે તાલીમ લેવા જઈ રહ્યો છું ત્યારે તેમાં હું ખુબ નિષ્ઠાપૂર્વક મેહેનત કરી તાલીમ લઇ પોલીસ ઈન્સ્પેક્ટર બની લોક સમુદાયને વધારેમાં વધારે મદદરૂપ બની શકું એવા પ્રયત્નો કરીશ.