નવસારી: આજરોજ નવસારીમાં છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા કોરોના કાળમાં કપરી પરિસ્થિતિ સામનો કરી રહેલા ડી.જે સાઉન્ડ સંચાલકોની માંગોને લઈને નવસારી જિલ્લાના BTTS સંગઠન દ્વારા નવસારી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી અનુસાર નવસારીમાં છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા કોરોના કાળમાં ડી.જે સાઉન્ડ સંચાલકો કપરી પરિસ્થિતિ સામનો કરી રહ્યા છે હાલમાં તેમના ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે જેના કારણે તેઓને પરિવારનું ભરપોષણ કરવામાં પણ ખુબ જ મુશ્કેલીઓ ઉભી થઇ જેના જેને લઈને આજરોજ ડી.જે સાઉન્ડ સંચાલકોએ નવસારી જિલ્લાના BTTS સંગઠનની આગેવાનીમાં નવસારી કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યું હતું. જુઓ આ વિડીઓ માં…
BTTS ગુજરાત પ્રદેશના મહામંત્રી પંકજ પટેલ Decision News સાથે વાત કરતાં કહે છે કે વહીવટીતંત્રએ ડી.જે સાઉન્ડ સંચાલકોની માંગણી પૂરી કરવી રહી આજે જ્યારે રાજકીય પક્ષો પોતાના પ્રચાર-પ્રસારમાં ડી.જે સાઉન્ડનો ઉપયોગ કરી શકે છે તો પછી સામાજિક પ્રસંગોમાં કોરોના માત્ર ડી.જે સાઉન્ડ સંચાલકો માટે જ કેમ ? જો આવનારા સમયમાં આ મુદ્દે જો ઝડપથી વહીવટીતંત્ર દ્વારા નિર્ણય ન લેવામાં આવે તો BTTS દ્વારા લોક ન્યાય માટે આકરા પગલાં ભરવામાં આવશે











