ગતરોજ નવસારીનાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ હસ્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે શારદા ફાઉન્ડેશન ચીખલી દ્વારા સ્પંદન હોસ્પિટલનાં સહયોગથી “સુવર્ણા સંજીવની રથ”- હરતું-ફરતું દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રિય કથાકાર પૂજ્ય શ્રીપ્રફૂલભાઈ શુક્લ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ આહીર, અશોકભાઈ ગજેરા, શીતલ બેન સોની,અમિતાબેન પટેલ, મયંકભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, સમીર પટેલ નાઓ હાજર રહી શારદા ફાઉન્ડેશનના દર્શનભાઈ દેસાઈ અને સ્પંદન હોસ્પિટલના ડોક્ટર સિડની વાઘેલા, પિયુષ પટેલ, પ્રદીપ પટેલ તથા હોસ્પિટલ સ્ટાફ સહીત હાજર રહ્યા હતા.