ગતરોજ વલસાડ તાલુકા-જિલ્લાકક્ષાનો શ્રેષ્‍ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ-૨૦૨૧ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના અધ્‍યક્ષસ્‍થાને બી.એ.પી.એસ. સ્‍વામીનારાયણ હાઇસ્‍કૂલ, અબ્રામા વલસાડ ખાતે યોજાયો.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત આ સમારોહમાં વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ડો. સર્વપલ્લી રાધાકૃષ્‍ણનની જન્‍મજયંતિ શિક્ષક દિન નિમિત્તે પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં કાર્ય૨ત તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષકોનું સન્‍માન, ‘૫ વર્ષની શિક્ષણયાત્રા’ પુસ્‍તિકાનું વિમોચન તેમજ સરકારી શિક્ષકોનાં નિયમિત પગા૨ ધો૨ણના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહ, સાંસદ ડૉ. કે.સી.પટેલ, ધારાસભ્‍યો ભરતભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, જીતુભાઇ ચૌધરી અને અરવિંદભાઇ પટેલ, તેમજ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા વગેરે હાજર રહ્યા હતા.