ચીખલી: ગતરોજ વિશ્વ હિન્દુ પરિષદના ગોરક્ષા સંયોજક પ્રેમભાઈ ગોસ્વામી ગણદેવી અને સાજન ભાઈ ભરવાડને બાતમી મળી હતી કે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર ગામમાં જંગલ વિસ્તારમાં ગૌ વંશની મોટા પાયે કતલ કરતાં કતલખાનું પકડાયું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ તાલુકા આલીપોરમાં બાતમી ના આધારે ગૌ રક્ષકોએ કતલખાનું ઝડપી પાડયુ છે. બાતમીના આધારે ગૌ રક્ષકો એ ચીખલી પોલીસ સ્ટેશન માં જાણ કરી ને પોલીસ સ્ટાફ ને સાથે રાખી ને નવસારી જિલ્લા ના આલીપોર ગામના વિસ્તાર વાળી જગ્યા પર રેડ કરતા ગાય નુ માસ અંદાજિત 100 થી 150 કિલો મળી આવ્યું હતુ અને 1 ગૌવંશ કતલ કરી દેવામાં આવેલી હતી આમ આ કતલખાના ચલાવતા શખ્સો વિરુદ્ધ કડક પગલાં લેવાવા જોઈએ.
આ કતલખાનાને બહાર લાવવામાં પ્રેમ ભાઈ ગોસ્વામી, સાજનભાઈ ભરવાડ, ચીમનભાઈ સુથાર, ઓમ પ્રકાશ ભાઈ, અર્જુનભાઈ, જયદીપ પાસવાન, પપ્પુ પાસવાન, રીતેશભાઈ શર્મા, શૈલેષભાઈ શાહ, વિજયભાઈ રોકી, કલ્યાણભાઈ રબારી, ગોપાલભાઈ ભરવાડ ગૌ રક્ષકોની મહત્વની ભૂમિકા ભજવી હતી.

