કપરાડા: આજરોજ વહેલી સવારે કપરાડા તાલુકાના નાનાપોઢાંમાંથી દારુ પાર્શલ થવાની બાથમી LCB પોલીસ મળેલી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પોલીસે રૂ.10.5600 દસ લાખનો દારુ ઝડપી પાડ્યાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી અનુસાર કપરાડા તાલુકાના નાનાપોઢાંમાંથી બાથમીના આધારે LCB પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાર બાદ બાતમીના પ્રમાણે આવનાર ટ્રકની તપાસ કરવામાં આવી હતી અને આ તપાસમાં એક ટ્રક ની તપાસ કરતા દારૂ ભરેલો નીકળતા ડ્રાયવરની ધરપકડ કરી નાનાપોઢાં પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર આ રેડ દરમિયાન LCBએ રૂ.10.5600 દસ લાખ પાંચ હજાર છસો રૂપિયા દારુ અને  ટ્રક ની કિંમત 15,00000 પધર લાખ રૂપિયા કિંમતની કબજે કરી આ સમગ્ર મુદ્દામાલ નાનાપોઢાં પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.