કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના નાનાપોઢાં પોલીસ મથકે શ્રાવણ મહિનામાં હિંદુ સંસ્કૃતિ અનુસાર નાનાપોઢાં પોલીસ સ્ટાફ અને આસપાસના આગેવાનો તથા યુવાનો દ્વારા સત્ય નારાયણદેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે જેમાં પોલીસ મથકના પી.એસ.આઈ આર. જે. ગામીત સહિત સમગ્ર પોલીસ કર્મચારીઓ અને તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.પી.આઈ એસ.આર. ગાવીત, નાનાપોઢા પોલીસ મથકના અગાવના પી.એસ.આઈ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી ગાયકવાડ, એ.પી.એમસીના પ્રમુખ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશ પટેલ સહિત સ્થાનિક રાજકીય પદાધિકારીઓ કથામાં ઉપસ્થિત રહયા હતા.
સત્યનારાયણ ભગવાનનું શ્રવણ કરતા મહારાજે જણાવ્યું કે પુણ્યનું બેલેન્સ જરૂરી છે. તો જ જીવન સુખી થશે. પૂજામાં સંકલ્પ કરો તો જ સફળતા મળશે. સત્ય નારાયણ દેવની કથામાં બેસનાર સહિત કથામાં સહયોગ આપનાર દરેક ભક્તનું કલ્યાણ થશે. કથા કરશો તો તમામ દુઃખો દૂર થઈ જશે. જે જગ્યાએ કથા ચાલતી હોય તે જગ્યા પવિત્ર થઈ જાય છે.
BY બિપીન રાઉત