માંડવી: આપણા સભ્ય સમાજમાં જોઈએ તો દિયર માટે ‘ભાભી માં’ સમાન હોય છે પણ આ સંબધની ગરિમાને નષ્ટ કરતો એક કિસ્સો માંડવી તાલુકાના સાલૈયા ગામમાં સંયુક્ત કુટુંબમાં ઝનૂની સ્વભાવના દિયરે ભાભી પર કુહાડી વડે હુમલો કરતાં બાથરૂમમાં પતાવી દીધી હોવાનું સામે આવ્યું છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે માંડવી તાલુકાના સાલૈયા ગામના ઢોલી ફળિયાના રહીશ રાકેશભાઈ દેવસિંગભાઈ ચૌધરીના લગ્ન કરવલી ગામની યુવતી સુશીલાબહેનના સાથે થયા હતા તેમના એક દીકરો અને એક દીકરી છે. તેમની દીકરી વડોદરા અભ્યાસ કરતી હોવાથી તે ઘટનાના દિવસે દીકરીને મુકવા ગયા હતા અને ઘરમાં સુશીલાબેહન એકલા તે દરમિયાન જ એમના દિયરે સંપતિની લાલચમાં એમને કુહાડી મારીને બાથરૂમમાં પતાવી દીધાં હતા થોડીવાર પછી જ્યારે સગા સબંધી તેના ઘરે આવ્યા તો તેમણે બાથરૂમમાં સુશીલાબેહનને લોહી-લુહાણ હાલતમાં જોયા અને તેમણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા પણ ત્યાં ફરજ બજાવતા તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા.
હાલમાં સુશીલાબેહનના ભાઈએ આપેલી ફરિયાદ પ્રમાણે એમના ઝનૂની સ્વભાવના દિયર મનીષભાઈની માંડવી પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ હત્યાના કેસમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

